ગુજરાત સરકારે સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકોના બદલે હાલ જ્ઞાન સહાયક તરીકે કરાર આધારિત શિક્ષકોની ભરતી શરૂ કરી છે. ત્યારે ટેટ પાસ ઉમેદવારો છેલ્લા લાંબા સમયથી કાયમી શિક્ષકોની ભરતીની માગ સાથે આંદોલન કરી રહ્યા છે. આજે પણ ગાંધીનગરમાં અલગ અલગ જિલ્લામાંથી ટેટ પાસ ઉમેદવારો આવ્યા હતા અને વિરોધ પ્રદર્શિત કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી હતી. પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસે ટીંગાટોળી કરી ઉમેદવારોની અટકાયત કરી હતી