ગાંધીનગર જિલ્લાના ચારે તાલુકામાંથી પસાર થઈ રહેલા ભારત માલા પ્રોજેક્ટને લઈ ખેડૂતોમાં પહેલેથી જ વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે ખેડૂતોના વાંધા સાંભળ્યા વગર જ તેમના જમીન રેકોર્ડમાં કાચી નોંધ પાડી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે ત્યારે કલોલ અને માણસાના ખેડૂતો રજૂઆત માટે ગાંધીનગર કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને ન્યાયની માંગણી કરી હતી.