રખડતાં ઢોરની સમસ્યાને લઈ ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોર્પોરેશન અને પોલીસતંત્રની ઝાટકણી અવારનવાર કાઢવામાં આવે છે. ત્યારે હવે માલધારીઓ ગૌચરની જમીન મામલે આંદોલન પર ઊતરી આવ્યા છે. માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજી દેસાઈ સહિતના માલધારીઓ આજે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ભીડભંજન હનુમાન મંદિરની બહાર મોટી સંખ્યામાં ભેગા થયા હતા.