પાંચમા દિવસે કોબેમાં સુપ્રસિદ્ધ નોફુકુ-જી મંદિરની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત નિચીકોન કોર્પોરેશનના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી ગુજરાતમાં કંપનીના EV ઇન્ડસ્ટ્રી તેમજ એનર્જી સ્ટોરેજ માટેના ઉત્પાદનો માટે રોકાણ કરવા ,નિપ્પોન સિગ્નલ કંપનીના એક્ઝિક્યુટિવ ઓફિસર યુતાકા નામીકી સાથે બેઠક યોજીને કંપનીની નિપુણતા અને ભારતમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચેની હાઈ-સ્પીડ રેલવે જેવા વિવિધ પ્રોજેકટ બાબતે ચર્ચા , રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સના વાઈસ પ્રેસિડેન્ટ, ચીફ ઓફ સ્ટાફ ચાર્લ્સ કાવાશિમા સાથે બેઠક યોજી ‘સેમિકન્ડક્ટર હબ’ તરીકે ઊભરી રહેલ ગુજરાતમાં કંપનીનું R&D સેન્ટર સ્થાપવા માટેની ચર્ચા કરી હતી.