રાજયના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ ધરમપુરના બીલપુડી ગામમાં આવી પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમન પ્રસંગે દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના લાભાર્થીઓ સાથેના વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનએ સંકલ્પ કર્યો કે, સરકારની યોજનાઓના લાભો નાનામાં નાના લોકોને મળે તે માટેની આ વિકસિત ભારતની સંકલ્પ યાત્રા છે. દરેકે દરેક માણસને આયુષ્યમાન કાર્ડ હોય કે જન ધન યોજના હોય કે આવાસ યોજના હોય, તમામ યોજનાનો લાભ મળશે તો તેઓના આશીર્વાદ તો મળશે જ સાથે સમગ્ર ભારત પણ વિકસિત બનશે.