પૂરના પાણીમાં પ્રસુતાને બચાવવા પુરપાટ દોડી 108 એમ્બ્યુલન્સ
જૂનાગઢના ધેડ પંથકના લુશાળા ગામે મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતાં તેમને હોસ્પિટલ ખસેડવા જરૂરી હતા. ત્યારે ધસમસતા પૂરના પાણી વચ્ચે પણ ડ્રાઈવરે 108 એમ્બ્યુલન્સ મારફતે મહિલાને હોસ્પિટલ પહોંચાડી જીવ બચાવ્યો હતો.108 એમ્બ્યુલન્સ ડ્રાઇવરની કર્તવ્યનિષ્ઠા અને જીવ બચાવવાનો પ્રયાસ સરાહનીય રહ્યો છે.