આમોદમાંથી 40 લાખ ઉપરાંતની વીજચોરી ઝડપી પાડયાં બાદ ટીમોએ જંબુસર તાલુકાના સારોદ તેમજ આસપાસના ગામોમાં વહેલી સવારે દરોડા પાડયાં હતાં. ચેકિંગ દરમિયાન 70 જેટલા જોડાણોમાં વીજચોરી થતી હોવાનું જણાતાં ગ્રાહકોને 40 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. દક્ષિણ વીજ કંપનીની વિજિલન્સ ટીમે સારોદ, કાવી,ભડકોદરા, ખાનપુર, કાવલી,દેવલા,ડાભા અને ગજેરા સહિત ગામોમાં વહેલી સવારે વીજકંપનીની ટીમો પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ માટે આવી હતી.