રાજ્યના માર્ગ મકાન વિભાગ દ્વારા લાંબા સમયથી બારડોલી સુપા રોડને પહોળોકરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત દબાણ દૂર કરવા માટે મૌખિક તેમજ લેખિતમાં સૂચના આપવામાં આવી હતી જે બાદ પણ મિલકત ધારકોએ દબાણ દૂર ન કરતા JCB મશીન વડે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવતા વેપારીઓ સાથે અધિકારીઓનું હળવું ઘર્ષણ થયું હતુ.