ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં બે બહેનોનું અપહરણ કરી દુષ્કર્મ આચરાયાનો બનાવ બનતા ચકચાર મચી છે. નરાધમોએ બે બહેનોનું અપહરણ કરી ફાર્મહાઉસમાં લઈ જઈ નશાકારક ઈન્જેકશન આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. નરાધમોએ ઈન્જેકશન આપતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. આ મામલે પીડિતા દ્વારા ફરિયાદ નોંધાવાતા કાવી પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી બે આરોપીઓની અટકાયત કરી વોન્ટેડ બે આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.