"સ્મૃતિવન"ની કલગીમાં વધુ એક પીછું ઉમેરાયું..!!
કચ્છમાં એક આગવી ઓળખ બની રહેલા "સ્મૃતિવન"ના નિર્માણથી કચ્છમાં પ્રવાસનને વેગ મળ્યો છે,સાથે જ "સ્મૃતિવન"એ હવે કચ્છને વધુ એક ગૌરવ અપાવ્યું છે,"સ્મૃતિવન"ને તેના વિશેષ બાંધકામ અને અતિવિશિષ્ટ પ્રદર્શન ડિઝાઇન માટે "એ ડિઝાઇન એવોર્ડ"થી સન્માનિત કરવામાં આવ્યું છે.સ્મૃતિવન, ભારતનું સૌથી મોટું મેમોરિયલ મ્યુઝિયમ છે,જ્યાં 2001ના વિનાશક ભૂકંપની યાદોને વિશિષ્ટ માવજત સાથે કાળમીંઢ પથ્થરોમાં સંગ્રહિત કરવામાં આવી છે.