રોશનીથી જગતમંદિર ઝળહળી ઉઠ્યું..
દ્વારકામાં જગતમંદિરમાં કૃષ્ણજન્મ જન્માષ્ટમીને લઈને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ભગવાન દ્વારિકાધીશના વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જ મંદિરને સોળ શણગાર કરવામાં આવ્યા છે,રોશનીથી જગતમંદિર ઝળહળી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કૃષ્ણ જન્મોત્સવમાં માટે દ્વારકામાં ઉમટી રહ્યા છે.