વાપીથી કરવડ વિસ્તારમાં પસાર થતાં વાપી-શામળાજી નેશનલ હાઇવે નંબર-56 પર ઠેર-ઠેર મોટા ખાડાઓ જોવા મળી રહ્યાં છે. કોંગ્રેસના કાર્યકરોએ આ માર્ગ પર ખાડાપૂજન ધરણાં સાથે વિરોધ કર્યો હતો. અને અઠવાડિયામાં રોડ ન બને તો રસ્તા આંદોલનની ચિમકી કોંગ્રેસે ઉચ્ચારી હતી. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે, સપ્તાહમાં કામ ન થાય તો રોડ પર જ રસોઇ બનાવી જમણવાર કરીશું અને ચક્કાજામનો કાર્યક્રમ રાખીશું.