મહિસાગર જિલ્લામાં દલિત ક્લાર્કના મૃત્યુ મામલે કોર્ટે ૪ અધિકારીઓ સામે એટ્રોસિટીનો ગુનો નોંધવાનો હુકમ કર્યો હતો. જે બાદ પ્રાંત અધિકારી, નાયબ મામલતદાર તેમજ અન્ય બે કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, કડાણા મામલતદાર કચેરીમાં નોકરી કરતા દલિત કલાર્ક અલ્પેશ માળીએ ઉપલા અધિકારીઓ પરેશાન કરે છે તેવો મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો જે પત્ર ૨૧ જાન્યુઆરીના રોજ પત્ર લખ્યા બાદ ૨૯ જાન્યુઆરીના રોજ કલાર્ક અલ્પેશ માળી તેના બાલાસિનોરના નિવસ્થાન પર મૃત મળી આવ્યા હતા.