સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના આગીયોલ ગામ નજીક એક હોટલ પાછળ આવેલા કોમ્પ્લેક્ષના એક મકાનમાં SOGએ બાતમી આધારે રેડ કરી ડબ્બા ટ્રેડીંગ ચલાવનારા સાત જણાને રૂ. 9.03 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ફરાર બે સહિત નવ સામે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.