અમદાવાદ શહેરમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાનો વિડીયો વાયરલ થયો છે. વીડિયોમાં મહિલા દેશી દારૂનું વેચાણ કરતી અને દારૂડીયાઓનો જમાવડો નજરે ચડે છે. આ પ્રવૃત્તિ અમદાવાદ પોલીસ કમિશનરના આવાસથી નજીકના જ અંતરે હોય ચર્ચાનો વિષય બની છે. આમ આ પ્રકારે અન્ય વિસ્તારોમાં પણ દેશી દારૂનું વેચાણ થતું હોવાની બૂમો ઊભી છે. જોકે, વાયરલ વિડીયો અંગે સઘન તપાસ બાદ વધુ હકીકત પ્રકાશમાં આવશે.