અમદાવાદની સિવિલમાં બ્રેઇન ડેડ વ્યક્તિના ઓર્ગન પરિવારે ડોનેટ કર્યા
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અંગદાન ક્ષેત્રે ભાવુક કિસ્સો બન્યો છે. અમદાવાદના અસારવા વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષના પ્રવિણભાઇ પરમારને બ્રેઇન હેમરેજ થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. જ્યાં સારવારના અંતે હોસ્પિટલના તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કરતા મૃતકના પરિવારે પરોપકારભાવ સાથે અંગદાનનો નિર્ણય કર્યો હતો.