વલસાડ તાલુકામાં મોડીરાત્રે ભારે પવન સાથે વરસાદના પગલે સારંગપુર અને પીઠા ગામને જોડતો લો લેવલ પુલ ડુબી જતાં અવરજવર માટે બંધ કરી દેવાની ફરજ પડી હતી.જેના કારણે આસપાસના ગામોના લોકોને સવારે રોજિંદા કામકાજ માટે આવવા જવાની ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.