ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ પરિપત્રનો કોંગ્રેસ દ્વારા વિરોધ
ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ પરિપત્ર રદ કરવાની કોંગ્રેસે માગ કરી છે. કોંગ્રેસે ઓપન સ્કૂલ પ્રોજેક્ટને ટ્યુશન પદ્ધતિને વેગ આપનારો ગણાવ્યો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સરકાર ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા સરકાર ગતકડા કરી રહી છે. ઓપન સ્કૂલ પ્રોજેક્ટને કારણે ડમી શાળાઓને પાછલા બારણેથી અધિકૃત મંજૂરી મળી જશે તેવી ભીતિ પણ કોંગ્રેસે વ્યક્ત કરી છે.