એલઇડી લાઇટ લગાવવાનું ચલણ વધતા અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું

વાહનોમાં સફેદ LED  લાઈટ તંત્રના પાપે  કે બીજા કોઈના ?

હેડ લાઈટે પીળા પટ્ટાનો નિયમ અભરાઈએ

રાજ્યમાં નાનાથી મોટા વાહનમાં વધુ પ્રકાશ માટે એલઇડી લાઇટ લગાવવાનું ચલણ ખૂબ જ વધ્યું છે. આવી લાઇટના કારણે સામેવાળા વાહન ચાલકની તેવી લોકમાંગ છે. બાઈકથી લઈ ફોરવ્હીલર વાહનોમાં એલઇડી લાઇટનું ચલણ ખૂબ જ વધતા અકસ્માતોનો પણ ખૂબ વધારો થયો છે જેથી તંત્ર હવે ગેરકાયદેસર રીતે નિયમ વિરૂધ્ધ ચાલતા વાહનો સામે પગલા ભરે તે જરૂરી છે.

રાતના સમયે તમે વાહન લઈને નીકળ્યા હોવ અને તમારી પાછળથી આવતું વાહન નજીક આવીને સફેદ LED હેડ લાઈટથી ડીપર મારે તો જાણી વીજળી પડી હોય તેવો ચમકારો થવા લાગતો હશે. આ સિવાય જો રોડની વચ્ચેનું ડિવાઈડર સામેના રોડેથી જતા વાહનોના પ્રકાશને રોકી ના શકતું હોય ત્યારે સફેદ LED હેડ લાઈટ વિક્ષેપ ઉભો કરતી હોય છે અને આવી હેડ લાઈટના લીધે અકસ્માત થવાનો ભય વધી જતા હોય છે . અકસ્માતો નિવારવા વાહનોની હેડલાઈટોમાં પીળા કલરના ગોળ સિક્કા લગાવવાનો નિયમ હતો.  અગાઉના સમયમાં વાહનની હેડ લાઈટમાં લેમ્પ ઉપર પીળા કલરના ગોળ સિક્કા લગાવવામાં આવતાં હતામં. જેથી સામેના વાહન ચાલકની લાઈટ આંખ અંજાઈ ન જાય. પરંતુ હવે જાણે કાયદો અમલમાં ન હોય તેવું જોવા મળે છે. હાલમાં વાહનોમાં આવા પીળા કલરના કુંડાળા કરવામાં આવતા નથી ઉલ્ટાનું ચમકદાર સફેદ લેમ્પ લગાવાય છે જે અકસ્માત નોતરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પીળા પ્રકાશની સોડિયમ લાઇટનું વિજ્ઞાાન એવું છે કે,  સફેદ પ્રકાશ કેટલાક માધ્યમમાંથી પસાર થાય ત્યારે સાત રંગમાં વહેંચાઈને રંગબેરંગી કુંડાળા દેખાય છે. વાતાવરણમાં વરસાદના ફોરા હોય ત્યારે આ પ્રક્રિયા વધુ જોવા મળે છે અને ટ્રાફિકને અડચણરૂપ થાય છે. સોડિયમ લાઇટનો પીળો પ્રકાશ એકસરખો ફેલાય છે અને વક્રીભવન થતું નથી.  અત્રે નોંધનીય છે કે, વાહન વ્યવહાર વિભાગે પણ સ્વીકાર્યું છે કે, વાહનોમાં સફેદ LED હેડલેમ્પ ગેરકાયદેસર રીતે લગાવવામાં આવે છે. આમ, શહેરમાં વાહનોમાં  જોવા મળતી સફેદ લાઈટ  ગેરકાયદેસર છે પરંતુ તંત્ર પગલા ભરતું નથી. શહેર અને જિલ્લામાં વિતેલા વર્ષમાં અનેક  વ્યક્તિઓએ અકસ્માતોમાં જીવ ગુમાવ્યો છે.આ નિયમનું પાલન કરવામાં પોલીસ તથા આરટીઓ વિભાગ નિષ્ફળ ગયો છે. ત્યારે  સત્વરે નિયમનું પાલન થાય તે જરૃરી છે.