ઈસ્કોન બ્રિજ અકસ્માત: તપાસ આધિકારીની ઝાટકણી
અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે પોલીસે આરોપી તથ્ય પટેલ. તેના પિતા પ્રજ્ઞેશ પટેલ અને 3 યુવતી, 2 યુવક સહિત 7 લોકોની અટકાયત કરી હતી . આ અકસ્માતમાં 9 લોકોના કરૂણ મોત જ્યારે 13 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. દરમ્યાન બંને આરોપીને વીડિયો કોન્ફરન્સથી અદાલત સમક્ષ રજૂ કરાતા અદાલતે તપાસ આધિકારીની ઝાટકણી કાઢી વધુ રિપોર્ટ સાથે હાજર રહેવા આદેશ કર્યો છે