ગુજરાત ભાજપમાં બધું બરાબર નથી..!!

ગુજરાત ભાજપમાં બધું બરાબર નથી..!!

--- એકસાથે બે મહમંત્રીના રાજીનામાંના તાર ક્યાંક જોડાયેલા તો નથી ને..!?

--- પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેયાના રાજીનામુ સ્વીકારવાના કલાકોમાં વડોદરા શહેર ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીનું પણ રાજીનામુ સ્વીકારાયું..!!

--- બંને મહામંત્રીના સુર પણ મળે છે.. સાત આઠ દિવસ પહેલા અને અંગત કારણસર જ રાજીનામમાં આપ્યા હતા..!!

એક તરફ ભારતીય જનતા પાર્ટી અગામી લોકસભા 2024ની તૈયારીઓમાં લાગ્યું છે ત્યાં ગુજરાત ભાજપમાં એક પછી એક રાજીનામાનો દોર જોવા મળી રહ્યો છે.પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામાં બાદ કલાકોમાં જ વડોદરા શહેર ભાજપાના મહામંત્રી સુનિલ સોલંકીના રાજીનામાની ખબર સામે આવી હતી,વડોદરા શહેર ભાજપ પ્રમુખે સુનિલ સોલકીનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.એક જ દિવસમાં બે મહામંત્રીઓના રાજીનામાની ખબરથી રાજકીય  અટકળોએ વેગ પકડ્યો હતો. તરેહ તરેહની ચર્ચાઓ વચ્ચે બંને મહમંત્રીઓના રાજીનામાંના તાર ક્યાંક જોડાયેલા તો નથી ને?તેવો ગણગણાટ શરૂ થઈ ગયો છે. પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ સાત દિવસ પહેલાં રાજીનામું આપી દીધું હોવાનું કહ્યું હતું તેવી જ રીતે વડોદરાના મહામંત્રી સુનિલ સોલંકીએ પણ સાત આઠ દિવસ પહેલા જ રાજીનામાં આપવાની વાત કહી છે,ત્યારે રાજીનામાના આ રાજકીય ખેલમાં દેખાતી સમાનતાઓને લઈ રાજીનામા તાર ક્યાંક એકબીજા સાથે જોડાયેલા હોવાની રાજકીય ચર્ચાને હવા મળી રહી છે.
 

આગામી લોકસભાની ચૂંટણીઓને હવે માંડ ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરી પ્રધાનમંત્રી બનાવવા ભાજપે અત્યારથી જ તૈયરી શરુ કરી દીધી છે જોકે લોકસભાની તૈયારીઓ વચ્ચે ભાજપમાં આંતરિક કલહની ઘટનાઓ સામે આવી હતી,વઝેની શરૂઆત વડોદરામાં જોવા મળી હતી વડોદરામાં મેયર વિરુદ્ધ ફરતી થયેલી પત્રિકા બાદ જુથવાદની વાતને વેગ મળ્યો હતો ,પણ ભાજપ સંગઠને આ અંગે કડક કાર્યવાહી કરતા વડોદરા મહાનગર પાલિકાના સત્તા પક્ષના નેતા પદેથી તેમજ ભાજપમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.બીજી તરફ વડોદરાની જેમ સુરતમાં પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ વિરુદ્ધ પત્રિકાઓ ફરતી થઈ હતી.આવી ઘટનાઓને લઇ ભાજપમાં બધું બરાબર નથી તેવું તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું.આ બધા વિવાદો વચ્ચે અચાનક પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું હોવાની ખબર આવી હતી, પ્રદિપસિંહ વાઘેલાના રાજીનામાં અંગે મહામંત્રી રાજનીપટેલે જણાવ્યું હતું કે,તેઓએ તેમના અંગત અંગત કારણોસર રાજીનામાં આપ્યું હતું અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ત્યારે પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા રાજીનામાનું સ્વીકારવાના કલાકોમાં જ વડોદરા શહેર ભાજપ કાર્યાલય પરથી ખબર આવે છે કે વડોદરા શહેર ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીએ આપેલું રાજીનામું સ્વીકારવામાં આવે છે સુનિલ સોલંકીએ 29મી જુલાઈએ રાજીનામું આપ્યું હોવાનું મીડિયા ને જણાવ્યું હતું જોકે આજે રાજીનામનો સ્વીકાર થયો હતો અને સુનીલ સોલંકી પોતાના અંગત કારણોસર રાજીનામુઆપ્યું હોવાનું જણાવ્યું હતું ત્યારે પ્રદેશ અને શહેરના મહામંત્રીના રાજીનામાંને લઈ ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિ છે,ભાજપ મોરચે ચર્ચા છે કે, શું આ રાજીનામાના તાર એકબીજા સાથે જોડાયેલા તો નથી ને? ઉલ્લેખનીય છે કે પ્રદીપસિંહ વાઘેલાએ પણ જણાવ્યું હતું કે તેમને અંગત કારણસર પ્રદેશ મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું છે અને હવે  વડોદરાના મહામંત્રી સુનિલ સોલંકી પણ કહે છે કે તેમણે અંગત કારણસર રાજીનામું આપ્યું છે.અલબત્ત ભાજપ મોરચે તો એવી પણ ચર્ચાઓ છે કે તેમની પાસેથી રાજીનામાં લઇ લેવાયા છે.

--- કઈ અગ્નિ પરીક્ષામાંથી બહાર આવવાનું કહેતા હતા પ્રદીપસિંહ વાઘેલા..

ગુજરાતના રાજકારણમાં હાલ પ્રદીપસિંહ વાઘેલાનું નામ ખૂબ જ ચર્ચામાં છે. ભાજપના પ્રદેશ મહામંત્રીના અચાનક સ્વૈચ્છિક રાજીનામાની ખબરથી અનેક અટકળો ચાલી રહી છે. તેમણે રાજીનામું સ્વૈચ્છાએ આપ્યું કે પછી તેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે ત્યારે પ્રદિપસિંહ વાઘેલાએ એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પાર્ટી અધ્યક્ષના કહેવા પર 7 દિવસ પહેલા જ રાજીનામું આપી દીધું  હતું. મેં માત્ર જવાબદારી છોડી છે, હું પાર્ટીનો વફાદાર કાર્યકર્તા છું અને મેં ક્યારેય કોઈ ખોટું કામ કર્યું નથી.હું આ અગ્નિ પરીક્ષામાંથી બહાર આવીશ.તેમજ કલમમમાં પ્રવેશ ઉપર પ્રતિબંધની વાત સદંતર ખોટી છે. મારી સામે પણ પત્રિકા યુદ્ધ ચાલે છે.ત્યારે પ્રદીપસિંહ વાઘેલા કઈ અગ્નિ પરીક્ષામાંથી બહાર આવવાનું કહેતા હતા તેને લઇને પણ અટકળોનું બજાર ગરમાયુ છે.

--- શું સુનીલ સોલંકી જૂથવાદનો ભોગ બન્યા..!?

પ્રદિપસિંહ વાઘેલા બાદ વડોદરા શહેર ભાજપના મહામંત્રી સુનીલ સોલંકીએ પણ રાજીનામું આપ્યું હતું. સુનીલ સોલંકીએ અંગત કારણસર સ્વૈચ્છિક રાજીનામું આપતા પાર્ટીએ સ્વીકારી લીધુ છે.સુનિલ સોલંકીનું રાજીનામાં પાછળ સાચુ કારણ હાલ સ્પષ્ટ નથી.પણ ભાજપમાં રાજીનામાને લઇ અનેક ચર્ચાઓ છે, છેલ્લા કેટલાક સમયથી વડોદરા ભાજપમાં ચાલતા આંતરિક ડખાઓને જોતા સુનીલ સોલંકી પણ કદાચ જૂથવાદનો ભોગ બન્યા હોય તેવુ લાગી રહ્યુ છે. વડોદરા ભાજપમાં બે જૂથો સક્રિય હોવાનું લાગી રહ્યું છે ત્યારે એક જૂથ દ્વારા ઉચ્ચસ્તરે  ફરિયાદના કરી સુનીલ સોલંકીનું રાજીનામું માગવામાં આવ્યુ હોય તેવી ચર્ચા થઇ રહી છે.જોકે આ માત્ર અટકળો અને ચર્ચા છે,ખુદ સુનિલ સોલંકીએ પણ અંગત કારણોસર રાજીનામું આપવાની વાત કહી હતી.