હર ઘર તિરંગા..એક ઘર જ્યાં દેશપ્રેમની મહેક ફેલાઈ

---અમદાવાદના વેજલપુરમાં તૃપ્તિ ગોરેએ દેશપ્રેમની અભીવ્યક્તિ અદભુત રીતે કરી

---રાષ્ટ્રધ્વજની થીમ પર ઘરની ડિઝાઇન બનાવી

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી સતત બીજા વર્ષે કરોડો ભરતીયો હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થયા હતા અને રાષ્ટ્ર પ્રત્યેના પ્રેમને ઉઅજગર કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે અમદાવાદના વેજલપુરમાં હર ઘર તિરંગા અભિયાનને અનોખી રીતે તાદર્શ કર્યું છે.તૃપ્તિ ગોરે પોતાના આખાય ઘરને ત્રિરંગા ડિઝાઇન સજાવ્યું હતું.જે ખુબ જ અદભુત અને સુંદર લાગતું હતું.

સામાન્ય રીતે  22 જુલાઈ 1947ના રોજ ત્રિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો હતો.અને તિરંગો રાષ્ટ્રધ્વજ ભારતના ગૌરવ અસ્મિતા અને અભિમાનનું પ્રતીક છે સમયાન્તરે તિરંગામાં ફેરફારો પણ થયા હ્ચે જોકે આઝાદીના 75માં વર્ષથી શરુ થયેલ 'હર ઘર તિરંગા' અભિયાને રાષ્ટ્રપ્રેમના આ અવસરમાં તમામને જોડવાનો પ્રયાસ કર્યો છે. PM મોદીના તિરંગા લહેરાવવાનું એક આહવાનથી સૌ કોઈ આ અભિયાનમાં જોડાયું હતું સતત બે વર્ષથી હર ઘર તિરંગા અભિયાન ચાલે છે જે ખુબ સફળ પણ રહે છે,શહેરોથી માંડી ગામડાઓમાં હર ઘર તિરંગા ને લઇ રાષ્ટ્રપ્રેમની મહેક ફેલાઈ હતી,વેજલપુર એરિયા માં આવેલ આ ઘર ની મલિક તૃપ્તિ ગોર સમાજ સેવા ના કામમાં વારસો થી જોડાયેલ છે. એક વરસ પહેલા તેમણે પોતાના દેશ પ્રેમની અભીવ્યક્તિ માત્ર પોતાના કર્યો સિવાય પોતાના ઘરમાં પણ દેખાય તેથી ત્રિરંગા ડિઝાઇન થી પ્રેરણા લઇ ઘરને સજાવ્યું છે જે સુંદર અને ભવ્ય સાથે તિરંગી બની રહ્યું છે,ઘરની સજાવટ તિરંગી માહોલ સર્જ્યો છે.રાષ્ટ્રધ્વજ સાથે ઘરમાં આવનાર લોકોનો સંબંધ ગાઢ બને અને દેશપ્રેમની ખાસ આપ લે કરે છે,અલબત્ત તૃપ્તિ ગોરનો પ્રયાસ ખરેખર અદભુત બની રહ્યો છે અમદાવાદવાસીઓમાં પણ આ તિરંગી રાષ્ટ્રઘ્વજની થીમ સાથેનું ઘર આક્રર્ષણનું કેન્દ્ર બન્યું છે.