'સહકાર'ની સત્તામાં ભાજપમાં 'બળવા'ની બૂ..!!

ઇફકોની ચૂંટણીમાં ભાજપની શિસ્તના ધજાગરા...!

પહેલીવાર પાટીલને સંઘાણીએ પડકાર ફેંક્યો..!!

દિલીપ સંઘાણીએ કહ્યું કોંગ્રેસમાંથી આવનારાને ટિકિટ આપી દેવાય છે તો એ ઇલુ ઇલુ નથી..!

દિલીપ સંઘાણી ઇફકોના ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા,તો બલવીર સિંહ બન્યા વાઈસ ચેરમેન


ભારતની સૌથી મોટી ખેડૂત સહકારી સંસ્થાનાં ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની દિલ્લી ખાતે ચૂંટણી યોજાઈ હતી.આ ચૂંટણીમાં ચેરમેન તરીકે દિલીપ સંઘાણી બિનહરિફ ચૂંટાયા હતા.જ્યારે વાઈસ ચેરમેન તરીકે બલવિંદરસિંહ ચૂંટાયા હતા.જોકે ઈફ્કોનાં ડિરેક્ટરની ચૂંટણીએ ભાજપમાં ચાલતા આંતરિક અસંતોષને હવા આપી છે,ઇફ્કોની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટની વિરોધમાં જઈ ઉમેદવારી કરનાર જયેશ રાદડિયાની ભવ્ય જીતે ભાજપમાં ખળભળાટ મચાવી મુક્યો છે.ભાજપમાં બાળવાની બૂ દૂર સુધી પ્રસરી રહી છે.એકતરફ મેન્ડેટ વિરુદ્ધ જઈ સહકારની સત્તા પર જયેશ રાદડિયા કાબીદ થયા છે તો બીજીતરફ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ મામલે નિવેદનને લઇ બગવતના સુર પણ ઉઠવા પામ્યાં છે.પાટિલના નિવેદન સામે દિલીપ સંઘાણીએ પલટવાર કરતા કહ્યું હતું કે,કોંગ્રેસમાંથી ભાજપમાં આવનારાઓને ટિકિટ અને હોદાઓ આપી દેવાય છે તો આ કેવું ઇલુ ઇલુ છે.કાર્યકરોની લાગણીઓ અને તકલીફોને નજર અંદાજ કરવામાં આવતી હોવાનું પણ કહી જવાબ આપ્યો હતો અને આ વિવાદ કદાચ આવનારા સમયમાં વધુ ઘેરો પણ બની શકે છે.

જયેશ રાદડિયાને 180 મતદારોમાં 113 મતદારોએ મત આપ્યા..

સૌથી મોટી સહકારી સંસ્થા ઈફ્કોમાં ખાલી પડેલ ડિરેક્ટર પદ માટે ગત રોજ ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપ દ્વારા છેલ્લી બે ટર્મથી ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવતા જયેશ રાદડિયાની જગ્યાએ બિપિન પટેલને મેન્ટેડ આપવામાં આવતા રાજકીય માહોલ ગરમાઈ જવા પામ્યો હતો.ગત રોજ દિલ્હી ખાતે ડિરેક્ટર પદની બેઠક યોજાઈ હતી. જેમાં જયેશ રાદડિયાની જીત થવા પામી હતી. જેમાં કુલ 182 મતદારોમાંથી બે મતદારો વિદેશમાં રહે છે. મતદાનમાં કુલ 180 મત પડ્યા હતા. જેમાં જયેશ રાદડિયાને 113 મત જ્યારે બિપિન પટેલને 98 મત મળ્યા હતા. 

છેલ્લી બે ટર્મથી જયેશ રાદડિયા ચૂંટાય છે

ઈફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં છેલ્લી બે ટર્મથી જયેશ રાદડિયા ચૂંટાતા આવે છે. ત્યારે આ વર્ષે સહકારી ક્ષેત્રમાં ઉમેદવારની પસંદગીમાં મુશ્કેલી ઉભી થઈ હતી. જેમાં ભાજપે બિપીન પટેલને મેન્ડેટ આપ્યું હતું. છતાં જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ સામે ફોર્મ ભર્યું હતું. જેને લઈ જયેશ રાદડિયા અને બિપીન પટેલ તેમજ મોડાસાના પંકજ પટેલ વચ્ચે જંગ હતો.ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપે બિપીન પટેલને મેન્ડેટ આપ્યું હતું છતાં પણ જયેશ રાદડિયાએ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે મોડાસાના પંકજ પટેલે ત્રીજા ઉમેદવાર તરીકે ઉમેદવારી પરત ખેંચી હતી અને પંકજ પટેલે બિપીન પટેલને સમર્થન જાહેર કરી દીધું હતું. એકંદરે ઈફકોમાં સૌરાષ્ટ્રના મતદારોનો દબદબો રહેતો હોય છે ત્યારે જયેશ રાદડિયાએ સૌરાષ્ટ્રના મતદારોને તરફેણમાં વાળવામાં સફળ રહ્યા છે