વિશ્વ શાંતિ માટે ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના જરૂરી

પરિવાર, શું છે આ પરિવાર? જ્યાં મનને હલકું કરવા, મનને આરામ આપવા રવિને વાટ ન જોવી પડે ને એ છે પરિવાર. અને આ જ વાતને સાર્થક કરવા અને તેનું મહત્વ સમજાવવા યુનાઇટેડ નેશન્સ અને યુનિવર્સલ પીસ ફેડરેશન દર વર્ષે 15 મી મે ના રોજ વિશ્વ પરિવાર દિવસ મનાવે છે. 1993 માં, જનરલ એસેમ્બલી એક ઠરાવમાં નિર્ણય લીધો હતો કે દર વર્ષે 15 મી મેને આંતરરાષ્ટ્રીય પરિવારનો દિવસ તરીકે ઉજવવામાં આવવો જોઈએ. આ દિવસે પરિવારથી સંબંધિત મુદ્દાઓની જાગૃતિ અને કુટુંબોને અસર કરતી સામાજિક, આર્થિક અને વસ્તી વિષયક જેવા વિષયો પર અધ્યયન કરી જાગૃતિ અને મહત્વ બતાવવાનો પ્રયાસ થાય છે. વસુદેવ કુટુંબકમ, આખું વિશ્વ એક પરિવાર છે, અને આખા વિશ્વને આ સંદેશો પહોંચાડવામાં ભારતનું બહુ મોટું યોગદાન રહ્યું છે. આપને જણાવી દઇએ કે, 1993માં સંયુક્ત રાષ્ટ3 જનરલ એસેમ્બલીએ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી. દર વર્ષે જુદી-જુદી થીમ પર આધારિત આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વખતે 2024ની થીમ ‘પરિવારો અને આબોહવા પરિવર્તન સંબંધ રાખવામાં આવી છે.

-  વિશ્વ પરિવાર દિવસ કેમ ઉજવવો જોઈએ

પ્રાણીજગતમાં કુટુંબ સૌથી નાનું એકમ છે અથવા તો આ સમાજમાં કુટુંબ સૌથી નાનું એકમ છે. તે સામાજિક સંસ્થાનું મૂળભૂત એકમ છે. કુટુંબની ગેરહાજરીમાં માનવ સમાજની કામગીરીની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. દરેક વ્યક્તિ એક અથવા બીજા પરિવારના સભ્ય છે અથવા છે. એના અસ્તિત્વનો એના સિવાય વિચારી શકાતો નથી. આપણી સંસ્કૃતિ અને સભ્યતા ભલે ગમે તેટલા પરિવર્તનો સ્વીકારે અને પોતાને સુધારે, પરંતુ કુટુંબ સંસ્થાના અસ્તિત્વને કોઈ અસર થઈ નથી. ભલે કુટુંબો બને અને તૂટી ગયા હોય પરંતુ તેના અસ્તિત્વને નકારી શકાય નહીં. તેનું સ્વરૂપ બદલાયું અને તેના મૂલ્યો બદલાયા પરંતુ તેના અસ્તિત્વ સામે પ્રશ્ન ઉઠાવી શકાય નહીં.  પરિવારનું મહત્વ સમજાવવા આ દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કોઈપણ સમાજનું કેન્દ્ર પરિવાર છે. દરેક ઉંમરના લોકો માટે કુટુંબ એ જ મુખ્ય કેન્દ્ર છે. આ દિવસનો ઉદેશ્યએ છે કે, આખો પરિવાર એક સાથે રહીને એક બીજા સાથે વાત કરે અને એક-બીજાને સમજે. કોઈ પણ માણસ આ દિવસે એકલતા ના અનુભવે તેમજ તે સમજવા કે આખું પરિવાર જયારે સાથે હોય તો તે માનસિક તેમજ શારીરિક રીતે બધી પરિસ્થિતિઓમાં ઉભું રહેવા સક્ષમ હોય છે. કોઈનું પણ પરિવાર કોઈના લીધે ના તૂટે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજની યુવા પેઢીને પરિવારનું મહત્વ સમજાય તે માટે પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ સમજાવે છે કે, પરિવારના દરેક સભ્યએ સારા કે ખોટા સમયમાં એક બીજા સાથે ઉભું રેહવું જોઈએ.

- ભારતીય કુટુંબ વ્યવસ્થા વિશ્ર્વની શ્રેષ્ઠ સંસ્કૃતિ છે

આજે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ છે. આજનો દિવસ પ્રેમ હુંફ લાગણીનો દિવસ છે. વિશ્ર્વભરમાં ભારતીય કુટુંબ વ્યવસ્થા શ્રેષ્ઠ છે. વર્ષોથી પરિવારમાં સંયુકત પરિવારમાં રહેનારી રહેનારી પ્રજા એક મેકનાં સથવારે ગમે તેવી મુશ્કેલીને પાર પાડે છે. કુટુંબના મોભીનાને તૃત્ય હેઠળ સમગ્ર પરિવારની સંસાર યાત્રા સુખરૂપ પસાર થાય છે. આપણાં દેશમાં ગ્રામ્ય સંસ્કૃતિથી શરૂ  કરીને શહેરોની વિભકત કુટુંબની સંસ્કૃતિમાં મા-બાપ, દાદા-દાદી, નાના-નાની, ભાઇ-ભાભી, પુત્રો-પોત્રોનો વિશાળ પરિવાર એક વડિલની છત્ર છાયા તળે વર્ષો સુધી અકબંધ રહીને શ્રેષ્ઠ આનંદિત જીવન પસાર કરે છે. પરિવારની નાની મોટી મુશ્કેલીમાં કે સુખ-દુ:ખનાં પ્રસંગોમાં એક ઝુટ થઇને કાર્ય કરવાથી કુટુંબ પરિવાર મોટી મુશ્કેલીમાંથી સાંગો પાંગ બહાર નીકળી શકે છે. આજે પણ વેકેશનમાં મામાને ઘેર કે માસીને ઘરે જવાની પ્રણાલી લુપ્ત થઇ નથી.પરિવર્તનના દોરે કે વેપાર-ધંધાને કારણે સંયુકત કુટુંબમાંથી વિભકત કુટુંબો થયા પણ સારા નરસા પ્રસંગે સમગ્ર પરિવાર એક સાથે સંપથી જીવનનો આનંદ માણે છે. સંયુકત કુટુંબના ફાયદાઓ પણ છે જેમાં એકાદ નબળો ભાઇ સબળાની સાથે જીવન તરી જતો જોવા મળે છે તો વિભકત કુટુંબમાં એકલ દોકલ પરિવાર પણ મુશ્કેલી સમયે સંયુકત પરિવારની ભાવના તરફ ઢળે છે. આપણાં દેશની કુટુંબ વ્યવસ્થા શ્રેષ્ઠ એટલા માટે છે કે સૌ સાથે મળીને એક સંપથી મુશ્કેલીનો સામનો કરે છે. આજે વિશ્ર્વ કુટુંબ દિવસે ભારતીય પરિવારની સીસ્ટમ સૌને લોક શિક્ષણ પણ પુરૂ  પાડે છે. સમગ્ર વિશ્ર્વમાં ગમે ત્યાં તમો જાવ આપણા જેવી કુટુંબ વ્યવસ્થા કયાંય જોવા મળશે નહીં. ખાસ કરીને આપણા સંયુકત કુટુંબ પ્રથા તો વિશ્ર્વભરમાં પ્રચલિત છે. ‘એક એકલા થક જાગેયા..મિલકર બોજ ઉઠાના… સાથી હાથ બઢાના’ વર્ષો પહેલાના ફિલ્મ ગીતમાં આપણાં જીવનની ફિલસુફી સમાયેલી છે. પરિવારમાં એક બીજાને મદદ કરીને તેની મુશ્કેલી હળવી કરાય છે. વર્ષોથી અને આજે પણ એક રસોડે બધા ભેગા રહેતા ને વિશાળ પરિવાર એક બીજાનાં સથવારે આનંદ  કિલ્લોલથી રહેતા અને આજે પણ રહે છે, જે વિશ્ર્વમાં બીજે કયાંય તમોને જોવા મળશે નહીં.

- એ વડિલો જે ભણ્યા ઓછું પણ જીવનનું ગણતર બહુ જ સારી રીતે જીવનમાં ઉતારતા

આજે વિશ્ર્વનો માનવી યોગ ઘ્યાન જેવી વિવિધ ક્રિયા પૈસા દઇને શાંતિ મેળવે છે એવી શાંતિ આપણી કુટુંબની વ્યવસ્થામાં તો વર્ષોથી છે જ બાળકોને દાદા-દાદીની વાર્તા, સંતાનોની વિવિધ રમતો સંસ્કારો, જીવનલક્ષી ગુણો ભાઇચારો વિગેરે જેવા જીવન મુલ્યો આપણી પરિવારની સિસ્ટમ સાથે વણાયેલા હતા. જે ભારત દેશ સિવાય વિશ્ર્વમાં તમને કયાંય જોવા નથી મળતા. આજે પરિવારના કુટુંબો ભાંગી રહ્યા છે. વિવિધ બદીઓના શિકાર બને છે જેમ કે દારૂ -જુગાર કે ગુનાહિત કૃત્ય જો પરિવાર એક તાંતણે બંધાઇને રહયો હોત તો આવી મુશ્કેલી આવત ન નહી. વિભકત પરિવારમાં આર્થિક-સામાજીક અને માનસિક મુશ્કેલી પારાવાર આવે છે. જેમાં આપણી સંયુકત પરિવારની ભાવના જ બહાર કાઢી શકે છે. વિશ્ર્વ પરિવાર દિવસે સમગ્ર વિશ્ર્વ સાથે ભારતનાં પરિવારે પણ સંકલ્પ કરવાનો સમય આવી ગયો છે. જેમાં ઝગડા-જમીન- જોરૂ  ના ઝગડાઓ વધવા લાગ્યા છે. ત્યારે પહેલાની કુટુંબ વ્યવસ્થા તરફ પરત ફરીને શ્રેષ્ઠ માનવ જીવન પાત્રા સંપન્ન કરે એજ આજના દિવસની શ્રેષ્ઠ વાત હોય શકે છે. પરિવારનું શ્રેષ્ઠ મેનેજમેન્ટની વાત કરીએ તો આપણે અત્યારે એક બે પ્રસંગોમાં પણ થાકી જાય છીએ ત્યારે વર્ષો પહેલા આપણી જ કુટુંબ વ્યવસ્થામાં સાત-આઠ ભાઇ-બેનના લગ્ન પ્રસંગો આનંદ ઉલ્લાસ સાથે સંપન્ન કરેલા જ હતા. ધન્ય છે એ વડિલો જે ભણ્યા ઓછું હતા પણ જીવનનું ગણતર બહુ જ સારી રીતે જીવનમાં ઉતારેલ હતું. જો આપણે જૂના યુગોની વાત કરીએ કે ધાર્મિક માન્યતાઓને આધારે પણ વાત કરીએ તો આજની જેમ પહેલા પણ પરિવારમાં વિખવાદ થતો હતો પરંતુ આધુનિક સમાજમાં પરિવારમાં વિખવાદ અને તૂટવું સામાન્ય બની ગયું છે. આવામાં પરિવાર ન તૂટે તે કારણથી આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ મનાવવામાં આવે છે. પરિવાર વચ્ચે રહેવાથી તમે તણાવમુક્ત રહી શકો છો. સાથે જ તમે એકલાપણું કે ડિપ્રેશનનો શિકાર પણ થતા નથી. એટલું જ નહીં પરિવાર સાથે ર હેવાથી તમે અનેક સામાજિક બદીઓથી દૂર રહી શકો છો. આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસનો મુખ્ય હેતુ યુવાઓને પરિવાર પ્રત્યે જાગૃત કરવાનો છે જેથી કરીને યુવાઓ પોતાના પરિવારથી દૂર ન થાય