જન્મેજયે સાપો સાથે બદલો લેવા કરેલા સર્પસત્ર યજ્ઞને જયારે ઋષિ અસ્તિક મુનિએ રોક્યો..

— એ પાંચમને દેશભરમાં શ્રધ્ધાભેર નાગપંચમી તરીકે ઉજવવામાં આવૅ છે

— નાગ પંચમીએ નાગ દેવતાને દૂધ ચઢાવવાની પરંપરા

દર વર્ષે શ્રાવણ મહિનામાં નાગ પંચમીનો તહેવાર ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. નાગપંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે, તેનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. કહેવાય છે કે નાગ દેવતાની પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને વ્યક્તિનું જીવન આનંદમય રહે છે.  નાગપંચમીના દિવસે સાપનો અભિષેક કરીને તેમને દૂધ અર્પણ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.દંતકથા અનુસાર, જન્મેજય અર્જુનના પૌત્ર રાજા પરીક્ષિતના પુત્ર હતા. જ્યારે જન્મેજયને ખબર પડી કે સર્પદંશ તેના પિતાના મૃત્યુનું કારણ છે, ત્યારે તેણે બદલો લેવા માટે સર્પસત્ર નામના યજ્ઞનું આયોજન કર્યું. સાપોના રક્ષણ માટે ઋષિ અસ્તિક મુનિએ શ્રાવણ માસના શુક્લ પક્ષની પાંચમના દિવસે યજ્ઞ બંધ કરી સાપનું રક્ષણ કર્યું હતું. તક્ષક નાગાના અસ્તિત્વને કારણે નાગાઓનો વંશ બચી ગયો. સાપને આગના તાપથી બચાવવા માટે ઋષિએ તેના પર કાચું દૂધ રેડ્યું. ત્યારથી નાગપંચમીની ઉજવણી થવા લાગી. આ સાથે નાગ દેવતાને દૂધ ચઢાવવાની પરંપરા શરૂ થઈ છે.

— નાગ દેવ દેવી-દેવતાના વિરાટ રૂપમાં સાથે જ હોય છે

હિન્દુ ધર્મમાં નાગને પૂજનીય તો માનવામાં આવે છે, ભારતમાં પ્રાચીનકાળથી નાગપાંચમનો તહેવાર ઉજવાય છે.શ્રાવણ વદ પાંચમના દિવસે ઉપવાસ રાખી નાગનું પૂજન કરાય છે પ્રાચીન પરંપરાથી નાગ સર્પ એવા સરીસૃપ ઝેરી જીવજંતુઓથી રક્ષણ થાય તેવી કામના સાથે તહેવાર ઉજવાય છે.પરંતુ તેને મહત્વપૂર્ણ દરજ્જો પણ આપવામાં આવ્યો છે. જેની પાછળ મુખ્ય કારણ છે કે નાગ દેવ ક્યાકને ક્યાક દરેક દેવી-દેવતાના વિરાટ રૂપમાં રહેલા છે. જેમકે ભગવાન શિવે નાગને પોતાના ગળામાં ધારણ કર્યા છે. ભગવાન ગણેશને જનોઈના રૂપમાં નાગ છે, તો ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા પર જ વિશ્રામ કરે છે.ભગવાન વિષ્ણુએ ભગવાન શ્રીરામ અને કૃષ્ણના રૂપમાં અવતાર લીધો તો તેની સાથે અનુક્રમે ભાઈ લક્ષ્મણ અને બલરામ રૂપે શેષનાગે અવતાર લીધો હતો. આ રીતે સમુદ્ર મંથનમાં દોરડા રૂપે નાગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.નાગ પંચમીના દિવસે ભોલેનાથની સાથે દેવી પાર્વતીની પૂજા કરવાથી બંને દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

— જબરજસ્તી દૂધ પીવડાવવુએ નાગ દેવતાનું અપમાન તેને મુક્ત કરવા જોઈએ

નાગપંચમીના દિવસે નાગની પૂજાને લઇને અનેક ખોટી માન્યતાઓ છે. જેમાં નાગને દૂધ પીવડાવવાનું પણ સામેલ છે. જ્યોતિષાચાર્ય કહે છે કે સપેરાની પાસે કેદ નાગની પૂજા અથવા તેને જબરજસ્તી દૂધ પીવડાવવુ નાગદેવનુ અપમાન કરવુ સમાન છે. પૂજા કરવાની આ રીત બિલ્કુલ ખોટી છે. સારું રહેશે કે સપેરાને નાગના પૈસા આપીને તેની પાસે નાગને જંગલમાં મુક્ત કરવામાં આવે. જે લોકોની કુંડળીમાં કાલ સર્પ દોષ હોય તેઓ નાગ-નાગિનનુ આ રીતે મુક્ત કરાવશે તો તેના બધા દુ:ખ-પરેશાની દૂર થઇ જશે. ધર્મ-શાસ્ત્રોમાં નાગને દૂધ પીવડાવવાનુ નહીં, પરંતુ તેને દૂધથી અભિષેક કરવાની વાત કહેવામાં આવી છે. કારણકે મુક્ત નાગનો અભિષેક કરવો વ્યવહારીક રીતે શક્ય નથી. એવામાં રૂદ્રાભિષેક કરો અને નાગની ભાવ પૂજા કરો. મંદિરમાં ચાંદીનો નાગ-નાગિનનુ જોડુ રાખીને તેનુ પૂજન-અભિષેક કરો. તેનાથી નાગ દેવતા અને શિવજી બંને પ્રસન્ન થાય છે.