શહેરોના માર્ગો રાહદારીઓ માટે બન્યા જોખમી !

— ફૂટપાથના અભાવે  લોકો રસ્તા પર ચાલવા મજબુર

રાજ્યમાં સ્માર્ટ સિટીની વાતો વચ્ચે હાલ રસ્તાઓ ઉપર દબાણ અને પાર્કિંગની સમસ્યા ચિંતાજનક વકરતા ફૂટપાથ અદ્રશ્ય બન્યો છે. જેના કારણે  રાહદારીઓ રસ્તા ઉપર ચાલવા મજબુર બનતા અકસ્માતને નોતરું મળી રહ્યું છે. આ પરિસ્થિતિ ઠેર ઠેર જોવા મળતા ફૂટપાથ માટે ચોક્કસ નીતિની લોક,માંગ ઉઠી છે. તેમાંય ખાસ કરીને સિનિયર સિટિઝનોની હાલત કફોળી બનવા પામી છે.

સમગ્ર રાજ્યમાં હાલ સ્ટ્રીટ વેન્ડર અને પાર્કિંગ પોલિસી નીતિમાં ચોક્કસ આયોજનના અભાવે મુખ્ય માર્ગ ઉપર દબાણ અને પાર્કિંગની સમસ્યા ચિંતાજનક વક્રરી છે. મુખ્ય માર્ગોને અડી લારી ગલ્લા, પથરાના દબાણ અને આડેધડ પાર્કિંગના કારણે લોકો રસ્તા ઉપર ચાલતા અકસ્માતનો ભય સતાવે છે. વાહન ચાલકોમાં પણ આ બાબતની ચિંતા જોવા મળી છે. તાજેતરમાં તંત્ર દ્વારા મસમોટા ફૂટપાથ પાર્કિંગ સાથેના બનાવી દેવાયા છે,પરંતુ ચોક્કસ ગાઇડલાઇન ન રહેતા લોકો મનફાવે તેમ વાહનો પાર્ક કરી રહ્યા છે. તો બીજીતરફ વહીવહી ચાર્જ હેઠળ પરવાનગી મળતા વેપારીઓ  તંબુના શેડ સાથે ખાણીપીણીના ટેબલો ગોઠવી અડચડ ઉભી કરી રહ્યા છે. ખાસ કરીને બુદ્ધિજીવીઓએ  કેટલાક સ્થળોએ તો ફૂટપાથ બનાવ્યો જ નથી. કારણ કે , લાગતા વળગતાની મિલ્કતો હોવાથી આંખ આડા કાન કરવામાં આવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તો વળી, યોગ્ય પાર્કિંગ વિનાની બાંધકામ પરવાનગીઓ પણ ભ્રષ્ટાચારની શંકા સેવે છે. આવી અનેક સમસ્યાઓના કારણે લોકો વાહનોની અવરજવરથી ધમધમતા માર્ગો ઉપર ચાલવા મજબુર બનતા અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે. જેથી સરકાર આ બાબતની ગંભીરતા સમજી તાત્કાલિક ધોરણે ચોક્કસ સુવિધા ઉભી કરે તે જરૂરી બન્યું છે.