21 વર્ષના જેલવાસ બાદ આરોપી કેદીઓને આપી રહ્યો છે શ્રીજીની પ્રતિમાઓ બનાવવાની તાલીમ

અમદાવાદની સાબરમતી તથા તિહાર જેલમાં હત્યાના કેસમાં 21 વર્ષ સજા ભોગવી ચૂકેલ આરોપીને સારી વર્ણતુકના પગલે સજા માફી સાથે નવજીવન મળતા હવે તેઓ અન્ય કેદીઓને શ્રીજીની પ્રતિમાઓ બનાવવાની ટ્રેનિંગ આપતા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
અમદાવાદના ગુલબાઈ ટેકરા શ્રીજીની મૂર્તિ બનાવવા જાણીતું સ્થળ છે .નવાઈની વાત એ છે કે, આ વિસ્તારમાં મૂર્તિ બનાવતા એક કલાકાર એવા છે કે, જેઓ હત્યાના ગુનાના આરોપી છે. તેમનું નામ છે ગણેશભાઈ ભાટી.
તેમની વર્તણુક અને કારીગરી જોતા રાજ્યપાલ તથા ગૃહ વિભાગે સજા માફી કરી નવજીવન આપ્યું હોવાનું તેમણે જણાવ્યું છે.અગાઉ જેલમાંથી પેરોલ મેળવી મૂર્તિ બનાવવા આવતા હતા. આ ઉપરાંત જેલમાં પણ તેઓને માટીની મૂર્તિ બનાવવાનું કામ મળતું હતું. તાજેતરમાં તેઓએ જેલના ૧૧ જેટલા કેદીને પણ મૂર્તિ બનાવવાની ટ્રેનિંગ આપી હતી.