આયુષ્યમાન ભવઃ વડોદરામાં આયુષ્યમાન કાર્ડ ઝૂંબેશનો પ્રારંભ

— રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ આયુષ્યમાન ભવઃ યોજનાનો પ્રારંભ કરાવ્યો તેમાં સાવલીથી નાગરિકો પણ વર્ચ્યુઅલી જોડાયા

— સાંસદ રંજનબેન ભટ્ટની અંગદાન અને રક્તદાન માટેની અપીલ

વડાપ્રધાનનરેન્દ્ર મોદીએ ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો માટે આરંભેલી આયુષ્યમાન ભારત યોજનાને સેચ્યુરેશન પોઇન્ટ સુધી લઇ જવા માટે દેશભરમાં ચલાવવામાં આવનારી મુહીમનો રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ આજરોજ પ્રારંભ કરાવ્યો હતો,જે સાથે વડોદરા જિલ્લામાં સાવલી ખાતેથી પણ આ ઝૂંબેશનો પ્રારંભ થયો છે.સાવલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જોડાયેલા સાંસદરંજનબેન ભટ્ટે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે આજે અનેક પરિવારોને ત્યાં આવેલી પડેલી માંદગીની આફતમાં આયુષ્યમાન કાર્ડ દેવદૂત સાબીત થાય છે અને સારવાર માટેની આર્થિક મુશ્કેલીમાં સહાયરૂપ બને છે. તેમણે જણાવ્યું કે, હવે સરકાર દ્વારા વિવિધ યોજનાના લાભો તમામ લાભાર્થીઓને શોધીને આપવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એમાં આયુષ્યમાન ભારત યોજનામાં એક પણ લાભાર્થી બાકી ના રહી જાય એની તકેદારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે. એ સરાહનીય બાબત છે. આ માટે ઝૂંબેશ ચાલી રહી છે ત્યારે, સાંસદે તમામ લોકોને આ યોજનાનો લાભ લેવા અને અપાવવા માટે અપીલ કરી હતી.

---સાંસદની અંગદાન અને રક્તદાન માટે અપીલ

વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે દ્વારા આયુષ્યમાન ભવઃ અભિયાનની સાથે અંગદાનના સંકલ્પ લેવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અંગદાન એ એવું પુણ્યનું કાર્ય છે, જેમાં મૃત્યું બાદ પણ આપણા અંગ થકી બીજી વ્યક્તિમાં જીવિત રહી શકાય છે. અંગદાન એ મહાન સેવાનું કાર્ય છે અને એનાથી પુણ્યનું ભાથું બાંધી શકાય છે. તેથી સૌ કોઇએ આજે જ અંગદાનનો સંકલ્પ લેજો જોઇએ. સરકારી દવાખાનાઓમાં ગરીબ દર્દીઓને કોઇ તકલીફ ના પડે એ માટે રક્તદાન કરવા પણ તેમણે અપીલ કરી હતી.

---આયુષ્યમાન કેમ્પ અને મેળા યોજાશે...

કલેક્ટર અતુલ ગોરેએ આયુષ્યમાન ભવઃ અભિયાની રૂપરેખા આપતા કહ્યું હતું કે, આયુષ્યમાન કાર્ડના કારણે અનેક ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના સભ્યની વિનામૂલ્યે સારવાર થાય છે. આ કાર્ડ આશીર્વાદરૂપ છે. એથી વડોદરા જિલ્લામાં આયુષ્યમાન કાર્ડ મળવાપાત્ર તમામ લાભાર્થીઓને આપવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ માટે ખાસ કેમ્પ,આયુષ્યમાન મેળા યોજાશે.ઉપસ્થિત નાગરિકોએ રાષ્ટ્રપતિ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ  માંડવિયાના રાષ્ટ્રીય કાર્યક્રમના જીવંત પ્રસારણને રસપૂર્વક નિહાળ્યું હતું.

---લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ

સાવલી ખાતે ની ઝુંબેશ દરમિયાન હાજર મહાનુભાવોના હસ્તે આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓને કાર્ડનું વિતરણ ઉપરાંત નિક્ષય મિત્ર યોજનામાં સહયોગ આપનારી સંસ્થા દીપક ફાઉન્ડેશન તથા જ્યુબિલન્ટ ફાઉન્ડેશનનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે નગરપાલિકા પ્રમુખ હર્ષદ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ  કિરીટ બારોટ, પાલિકા ઉપપ્રમુખ ચેતન  દવે, પાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન મોનાબેન શાહ, પંચાયત સભ્ય  ગીતાબેન સોલંકી, અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભારતીબેન ધોળકિયા સહિતના આરોગ્ય અમલદારો ઉપસ્થિત રહ્યા હતા.