અમદાવાદમાં શહેરના ઈસનપુર વિસ્તારમાં વિદ્યાર્થીનીની સાથે દુષ્કર્મના પ્રયાસની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીનીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, ટ્યુશન ક્લાસિસના સંચાલકે વિદ્યાર્થિનીને શારીરિક અડપલા કરી તથા તેના ભાઈને માર મારવાની ધમકી આપી છે. બનાવ સંદર્ભે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં પોક્સો કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.