ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અકસ્માતની ઘટના મામલે દુ:ખ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, રાજસ્થાનના ભરતપુર નજીક થયેલ માર્ગ અકસ્માતની ઘટના ખૂબ આઘાતજનક છે. અકસ્માતમાં ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો છે. સૌ મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્ત યાત્રિકો જલ્દીથી સાજા થાય તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. અત્રે નોંધનીય છે કે, મૃતકો અને ઘાયલો માટે મદદની જાહેરાત પણ કરી છે. મૃતકો માટે 4 લાખ અને ઘાયલો માટે 50 હજારની જાહેરાત કરી હોવાનું જાણવા મળ્યું છે.