ગુજરાત વિધાનસભા પેપરલેસ કરવાના ઇરાદા સાથે આજથી ઇ-વિધાનસભાનું ઉદ્દઘાટન ભારતનાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદ્દઘાટન કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં જ ગુજરાત સરકારે પ્રેસિડન્ટ ઓફ ભારત લખ્યું હતું. જી-20 પછી કોઈ જાહેર કાર્યક્રમમાં ઇન્ડિયાના સ્થાને ભારત શબ્દનો ઉલ્લેખ કરાયો છે. વિધાનસભામાં 9 વિધેયક રજૂ કરાશે. ઉપરાંત ત્રણને બદલે ચાર દિવસનું એમ સત્રમાં એક દિવસ વધારતાં 16 સપ્ટેમ્બર સુધી ચાલશે.