દુષ્કર્મ કેસમાં છેલ્લા 9 વર્ષેથી જેલમાં બંધ આશારામને સુપ્રિમ કોર્ટ પણ રાહત આપી નથી અને તેની જામીન અરજીને ફગાવી દિધી છે. પોતાની જામીન અરજીમાં આસારામે દલીલ કરી હતી કે , તે છેલ્લા 9 વર્ષથી જેલમાં છે. તેનું કહેવું છે કે તેની ઉંમર 80 વર્ષથી વધુ છે અને તે ઘણી ગંભીર બીમારીઓથી પીડિત છે. અત્રે નોંધનીય છે કે, તેમની સામે સુરતની એક મહિલાએ આ કેસ દાખલ કર્યો હતો. આસારામે ઓછામાં ઓછી 15 વખત કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે.