કચ્છમાં ફરી ભૂકંપના આંચકો..
કચ્છમાં અવાર નવાર ભૂકંપના આંચકા આવે છે,ત્યારે આજે ફરી એકવાર કચ્છની ધરા ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠી હતી.કચ્છના ભચાઉમાં સવારે 5:47 કલાકે 2.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી 15 કિમી દૂર નોર્થ ઇસ્ટમાં નોંધાયું હતું,વધુ એક આંચકાથી કચ્છવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો.