કચ્છ નહિ દેખા તો કચ્છ નહિ દેખા, માનવી જ નહિ પક્ષીઓને પણ કચ્છ ગમે છે
માત્ર મનુષ્યો જ નહીં,પરંતુ અનેક વિદેશી પક્ષીઓ પણ દર વર્ષે કચ્છના મહેમાન બને છે. કચ્છને પ્રકૃતિ તરફથી અનેક પ્રકારની સુંદરતા ભેટ મળી છે અને આ જ સૌંદર્ય દર વર્ષે લાખો પ્રવાસીઓને કચ્છ ખેંચી લાવે છે. આ યાયાવર પક્ષીઓમાં ધ ગ્રેટર ફ્લેમિંગો એટલે કે સુરખાબ સૌનો પ્રિય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં સુરખાબ પણ કચ્છ આવે છે, અહીં રોકાય છે અને ઈંડા આપે છે. દર વર્ષે અનેક બાળ સુરખાબ પણ કચ્છમાં જન્મ લે છે.