અમદાવાદ DRIને મોટી સફળતા હાથે લાગી છે. ડી આર આઈએ ચૈન્નઇ અને બેંગ્લોરમા સપાટો બોલાવી સાત કરોડની સોપારી જપ્ત કરી છે. અત્રે જણાવીએ કે, દુબઇથી આવતી અંદાજે સાત કરોડની સોપારી કબ્જે કરાઇ છે. વિગતો મુજબ દુબઇના જેબલ અલી પોર્ટ પરથી સોપારી ભારત મોકલવામાં આવી રહી હતી. કસ્ટમ ડ્યુટી ચોરી કરવાનો વધુ એક કારસ્તાન પકડી પાડવામાં આવતા સ્મગલિંગ કરતા ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સોપારી સાથે કાંડનો મુખ્ય સૂત્રધાર પણ પકડાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ ડી આર આઈએ મુન્દ્રા પોર્ટ પરથી કલાકૃતિ સહિતનો સામાન ઝડપી પાડ્યો હતો.