પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજરોજ ફિનટેક પરના વૈશ્વિક વિચાર નેતૃત્વ પ્લેટફોર્મ ઈન્ફિનિટી ફોરમની બીજી આવૃત્તિને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરી છે. ઈન્ફિનિટી ફોરમની 2જી આવૃત્તિ ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી ( IFSCA ), અને GIFT સિટી ( GIFT City ) દ્વારા સંયુક્ત રીતે ભારત સરકારના નેજા હેઠળ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની પૂર્વવર્તી ઈવેન્ટ તરીકે આયોજિત કરવામાં આવી રહી છે. ફોરમ એક પ્લેટફોર્મ પૂરું પાડે છે, જ્યાં સમગ્ર વિશ્વમાંથી પ્રગતિશીલ વિચારો, નવીન તકનીકો શોધવામાં આવે છે, ચર્ચા થાય છે અને ઉકેલો અને તકોમાં વિકસિત થાય છે.