ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, જનરલ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી અને 15 મેનેજિંગ કમિટીના સભ્યો માટેની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ રિટર્નિંગ ઓફિસર દ્વારા ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર કરવામાં આવી હતી. પ્રમુખ-ઉપપ્રમુખ માટે ત્રણ-ત્રણ દાવેદાર સહીત કુલ 51 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. 15 ડિસેમ્બરે મતદાન દરમ્યાન સંપૂર્ણ પારદર્શિતા જળવાશે.