મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની યુગાન્ડાના ભારત સ્થિત એમ્બેસેડર અને ડેપ્યુટી હેડ ઓફ મિશન સુશ્રી એમ્બ માર્ગારેટ એલ ક્યોગિર અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે સૌજન્ય મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત-યુગાન્ડા વચ્ચે ડિફેન્સ, ઇકોનોમિક, ટ્રેડ એન્ડ કલ્ચર, એજ્યુકેશન, હેલ્થકેર અને ટુરીઝમના સંબંધોનો સેતુ મજબૂત બન્યો છે અને યુગાન્ડામાં ભારતીય તથા ગુજરાતીઓના વ્યવસાયો વ્યાપક બન્યા છે. બેઠક દરમિયાન યુગાન્ડાના રાજદૂતએ ગુજરાત ડેવલપમેન્ટ માટે વોકેશનલ અને ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સેન્ટર જેવા સેક્ટર્સમાં સહભાગીતાની ઈચ્છા દર્શાવી હતી.