મુખ્યમંત્રી છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં શપથવિધિમાં ઉપસ્થિતિમાં વ્યસ્ત હોવાથી આજે સાંજે ૫ વાગે કેબિનેટ બેઠક મળશે. આ દરમ્યાન વાયબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ, કમોસમી વરસાદ બાદ ચાલી રહેલ સર્વે, બજેટ સત્ર તૈયારીઓ , પીએમ મોદીના ગુજરાત પ્રવાસ, સરકારની નીતિગત વિષયો અને આગામી આયોજનો સહિતના મુદ્દે ચર્ચા અને સમીક્ષા થશે.