ક્રિસમસ નજીક આવતા જ ફલાઇટના ભાડાઓમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. ગોવાનું એરફેર ચાર ગણું વધી 20 હજારે પહોંચ્યું છે. જયારે અમદાવાદથી દુબઈનું વન વે ભાડું 66000 ને પાર પહોંચ્યું છે. સામાન્ય દિવસોમાં ગોવાનું ભાડું 3500થી 4000 સુધી હોય છે. દુબાઈ ઉપરાંત વિયેતનામ, થાઈલેન્ડના ભાડામાં પણ વધારો થયો છે. આમ , મોટા ભાગના સેલિબ્રેશન ડેસ્ટિનેશનના ભાડામાં 3 થી 4 ગણો વધારો જોવા મળ્યો છે.