વિશ્વની અર્થવ્યવસ્થાને ચલાવવા માટે ઊર્જા એ સૌથી મહત્વપૂર્ણ માધ્યમ છે. જેના દ્વારા વિવિધ ઉદ્યોગો, ઓટોમોબાઈલ, ફેક્ટરીઓ, ગેજેટ્સ, મશીનો, ઘરગથ્થુ વસ્તુઓ અને વિવિધ પ્રોજેક્ટ્સ ચલાવવામાં આવે છે. વિશ્વની અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ સાથે, ઊર્જાની માંગ પણ દર વર્ષે વધી રહી છે, તેથી ઊર્જા સંરક્ષણ જરૂરી છે. તેમજ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઊર્જાનું સંરક્ષણ જરૂરી છે. દેશમાં ઉર્જા સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા અને દેશના નાગરિકોને ઉર્જા સંરક્ષણમાં સક્રિય ભૂમિકા ભજવવા પ્રોત્સાહિત કરવા ભારત સરકાર દ્વારા એનર્જી કન્ઝર્વેશન એક્ટ 2001 પછી દર વર્ષે 14 ડિસેમ્બ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.