સંસદમાં ગઈકાલે સુરક્ષા ચૂકના મામલાથી રાજકારણ પણ ગરમાઇ ગયું છે. સંસદના બંને ગૃહોમાં હોબાળાની સ્થિતિ જોવા મળી રહી છે. જેના પગલે લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. બીજી બાજુ આ સુરક્ષા ચૂક મામલે કાર્યવાહી કરતાં 8 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયાની માહિતી મળી રહી છે. આ બધા એ જ જગ્યાએ પોસ્ટિંગ પર હતા જ્યાંથી આરોપી યુવકોએ એન્ટ્રી કરી હતી. આ આદેશ લોકસભા સચિવાલય તરફથી જાહેર કરાયો હતો.