અમદાવાદમાં 35થી 37 માળ સુધીનાં 4 હજાર કરોડથી વધુનાં સાત બિલ્ડિંગ માટે શુક્રવારે પ્રી વાઇબ્રન્ટ સમિટમાં એમઓયુ કરવામાં આવશે. બોડકદેવ, ગોતા, સોલા સાયન્સ સિટી વિસ્તાર, શીલજ, છારોડી, શેલા માટેના સાત બિલ્ડિંગ પ્રોજેક્ટમાંથી એક કે બે પ્રોજેક્ટને મંજૂરી પણ મળી ગઈ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં આવા 23 હાઈરાઇઝ પ્રોજેક્ટને મંજૂરી મળેલી છે, જેમાંથી અમદાવાદ સિટીના 18, અમદાવાદ ઔડા વિસ્તારના 2, સુરત, ગાંધીનગર, વડોદરાના એક-એક પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.