મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિની નેમ સાથે ગાંધીનગર, સુરત અને વડોદરા મહાનગરોમાં આગવી ઓળખના કામો, આંતરમાળખાકીય વિકાસ અને આઉટગ્રોથ એરિયા ડેવલપમેન્ટના કુલ 424 જેટલા કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ₹483.71 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટનો ધ્યેય સાકાર કરવાના હેતુસર આપેલી આ મંજૂરી અનુસાર ગાંધીનગર અને ગુડાને 8 કામો માટે ₹66.95 કરોડ, સુરત મહાનગરને 252 કામો માટે ₹360.06 કરોડ તેમજ વડોદરા મહાનગરને 164 કામો માટે ₹56.70 કરોડ ફાળવવામાં આવશે.