નર્મદાની દેડિયાપાડા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ 40 દિવસ બાદ નાટયાત્મક ઢબે પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી લીધી છે. તેઓ વનકર્મીઓને માર મારવાના અને હવામાં ગોળીબાર કરવાના ગુનામાં ફરાર હતા. પોલીસ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાને આજે 1 દેડિયાપાડા કોર્ટમાં રિમાન્ડ માટે હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટમાં આપના રાષ્ટ્રીય મહામંત્રી ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાની તરફેણમાં વકીલ તરીકે દલીલો કરી હતી. પોલીસે તપાસ માટે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા તેની સામે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.