જૂનાગઢ મહાનગરપાલિકાએ સંગીતમય રીતે હાઉસ ટેક્ષની ઉઘરાણી શરૂ કરી છે. મનપાએ નોટિસ આપ્યા પછી પણ જે મિલકત ધારકો સમયસર ટેક્ષ ભરતા નથી આવા મિલક્ત ધારકોને ત્યાં મનપાની ટીમ ઢોલ, નગારા સાથે પહોંચી જાય છે. બાદમાં આવા આસામીઓના ઘર,દુકાન, ઓફિસ પાસે જ ઢોલ નગારા વગાડાય છેે. એટલું જ નહિ આ મિલકતનો વેરો બાકી છે તેવા બોર્ડ- બેનર પણ લગાડાય છે. આ રીતે થતી કામગીરીના કારણે અનેક મિલકત ધારકોએ પોતાનો હાઉસ ટેક્ષની રકમ સ્થળ પર જ ભરી દીધી છે.