ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંઘ સામે સમન્સ નીકાળી ચૂકી છે.આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે બંને પક્ષોને સાંભળીને સીટી સિવિલ કોર્ટને 10 દિવસમાં અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની રિવિઝન અરજી પર નિર્ણય લેવા કહ્યું હતું. આજે સેશન્સ કોર્ટમાં આ અંગે ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે મેટ્રો કોર્ટના સમન્સ રદ કરવાની રિવીઝન અરજી ફગાવી દીધી છે.