ગાંધીનગરનાં કુડાસણમાં આવેલ સ્વાગત રેઈન ફોરેસ્ટ - 1, ઉગતી કોર્પોરેટ કોમ્પલેક્ષ સ્થિત ઉમિયા ઓવરસીસનાં ઓથાર હેઠળ સંચાલક દંપતી સહિત ત્રણ એજન્ટો કેનેડાનાં PR વિઝા અપાવવાનાં બહાને રૂ. 40 લાખની છેતરપિંડી આચરવામાં આવતા ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે પોલીસે દંપતી પૈકી પતિની ધરપકડ કરી લીધી છે. જ્યારે એક એજન્ટ વિદેશ ભાગી ગયો હોવાનું બહાર આવ્યું છે.