અમરેલી જિલ્લાના સાવરકુંડલાના પીયાવા ગામે દેરાસરમાંથી ભગવાનની ધાતુની પ્રતિમા અને અન્ય આભુષણોની ચોરી થઇ હતી જેને લઇ જૈન સમાજમાં રોષ ફેલાયો હતો.આ અંગે જૈન સમાજના અગ્રણીઓએ ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીને રજૂઆત કરી હતી દરમિયાન જીતુ વાઘાણીએ અમરેલી પોલીસને નકકર કાર્યવાહી કરવા જણાવતા પોલીસે ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને પંદર દિવસે રાજસ્થાનથી મુદ્દામાલ સાથે તસ્કરો ઝડપી પડ્યા હતા.