જીએસએફસી યુનિવર્સિટીનો પાંચમો કોન્વોકેશન કલ્ચરલ સેન્ટર ફર્ટિલાઇઝરનગર, વડોદરા ખાતે યોજાયો હતો. આ કોન્વોકેશનમાં, સ્કૂલ ઑફ ટેક્નોલોજી, સ્કૂલ ઑફ સાયન્સ અને સ્કૂલ ઑફ મેનેજમેન્ટના ૪૨૯ વિદ્યાર્થીઓ ૧૧૨ મહિલા વિદ્યાર્થીઓ અને ૩૧૭ પુરુષ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.આ પ્રસંગે GSFC યુનિવર્સિટીની ગવર્નિંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, સરકારી અધિકારીઓ, GSFC લિમિટેડ અને GSFC યુનિવર્સિટીના ટોચના મેનેજમેન્ટ, ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે હાજર રહ્યા હતા